આ મારી સ્વરચિત રચના છે. ( જોડણીમાં ભુલો હોયતો માફ કરજો. )
મારા ચહેરા ઉપર ફકત ખુશહાલી છે ,
બાકી તો આ જીંદગી ખાલી-ખાલી છે.
એમ હતું ગુજરસે આ જીંદગી ખુશી થી,
પરંતુ મારી ખુશી પ્રભુને ક્યાં વ્હાલી છે.
નથી સુકાયા મારા અશ્રુઓ લોકો ,
રાતભર મે અશ્રુની નદી વહાવી છે.
વિયોગ શું છે કોઇ મને પુછો ,
અહિતો પળપળ વિતાવવું ભારી છે.
શું લખશો ? જીંદગી પર ગઝલ શાયરો ,
મે તો જીંદગીને નજીકથી નિહાળી છે.
મારા દુ:ખ કોઈને કહેવાથી શું મતલબ,
આ દુનિયા જ મતલબ વાળી છે.
શી ફરિયાદ કરું તને એ પ્રભુ,
દર્દ સહેવાની હવે આદત પડવા લાગી છે.
મારા ચહેરા પર ફકત ખુશહાલી છે,
બાકી તો આ જીંદગી ખાલી ખાલી છે.